પ્રેમાનંદ



પ્રેમાનંદ


ના

પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય)

જન્મ

 આશરે ૧૬૩૬ (સંવત ૧૬૯૨)માં વડોદરા ખાત

અવસા

આશરે ૧૭૩૪ (સંવત ૧૭૯૦)

કુટું

પિતા- કૃષ્ણરામ જયદેવ ભટ્

પત્ની – હરકોરબા

પુત્ર જીવણરામ અને વલ્લભ ભટ્ટ

         પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (૧૬૪૯-૧૭૧૪) મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને "કવિ શિરોમણી" ની ઉપાધિથી નવાજ્યા છે.
        પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં. આખ્યાન તો કથનની કળા છે. પ્રેમાનંદ કથનકળામાં પ્રવિણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરુપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતાં. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરુપણ શક્તિનો મહ્ત્ત્વનો ફાળો હતો. તેમનાં સમયનાં મુઘલરાજા અને ગુજરાત પ્રદેશનાં શાસક ઔરંગઝેબ તેમને "મહાકવિ પ્રેમાનંદ" કહીને બોલાવતા.
        પ્રેમાનંદના જીવન વિશે આપણે ત્યાં લગભગ ત્રણ સદીથી ચર્ચા ચાલે છે. પ્રેમાનંદનાં જીવન વિશે વિશ્વાસપાત્ર હકીકત બહુ ઓછી જોવા મળે છે. એમની ઘણી કૃતિઓમાં રચનાવર્ષ આપ્યા છે તેવી કૃતિઓમાં સૌપ્રથમ કૃતિ "ચંદ્રહાસ આખ્યાન" આશરે ઈ.સ ૧૬૬૧માં અને "ઓખા હરણ" સંભવત ઈ.સ. ૧૬૬૭માં રચાયેલ હોવાનું મનાય છે. એમનું છેલ્લું આખ્યાન "દશમસ્કંધ" અધૂરું રહ્યુ હતુ. તે પછીથી સુંદરે ઈ.સ. ૧૭૧૭ કે ૧૭૪૦માં પુરું કર્યું છે. આમ, પ્રેમાનંદે કાવ્યસર્જન વીસ-બાવીસ વર્ષે શરુ કર્યું . ઈ.સ. ૧૭૦૦ પછી તેઓ બહુ જીવ્યા નહી. એમ માનીએ તો એમનો જીવનકાળ ઈ.સ. ૧૬૪૦ થી ૧૭૦૦ સુધીનો ગણી શકાય.
પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં. તેઓ ચોવિસા મેવાડા બ્રાહ્મણ હતાં. તેમનાં પિતાનું નામ કૃષ્ણરામ હતુ. તેમની પત્નીનું નામ હરકોર ભટ્ટ હતું. તેમનો એક પુત્ર હતો જેનું નામ વલ્લભભટ્ટ હતું.
        'આખ્યાનો કરવાં' અને માણભટ્ટ એટલે કે કથાકારનો એમનો વ્યવસાય હતો. વ્યવસાય અર્થે એમણે થોડાંક વર્ષો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ત્યાંથી ખાનદેશમાં નંદનબાર અને બુરહાનપુરામાં વિતાવેલાં.
કવિ નર્મદાશંકરને જાતતપાસથી મળેલી માહિતી અનુસાર પ્રેમનંદના દાદાનું નામ જયદેવ હતું. માતાપિતાનાં અવસાન પછી એ માસીને ત્યાં ઉછરાયાં હતાં. પોતાની પૌરાણિકવૃત્તિથી પ્રેમાનંદે ઠીક-ઠીક પૈસા એકઠા કર્યા હતા. કેમકે, પ્રેમાનંદે રુ.૧૦,૦૦૦ની કિંમતનું બંધાવેલ ઘર નર્મદાશંકરના સમયમાં એને વારસા તરીકે વાપરતાં હતાં.
        પ્રેમાનંદે કેટલીક દંતકથાઓ પણ લખી છે. જડતર જેવા પ્રેમાનંદને કોઇ મહાત્માની કૃપાથી કવિત્ત્વશક્તિ પ્રાપ્ત થયેલી. વડોદરામાં કથા કરવાં માટે બેસવાનાં સ્થળની બાબતમાં કોઇ શાસ્ત્રીપુરાણી સાથે ઝઘડો થતાં પ્રેમાનંદ સંસ્કૃતમાં કથા કરવાનું છોડીને લોકભાગ્ય શૈલિમાં આખ્યાનો રચીને ગાવા મંડ્યા હતા.
ઈ.સ. ૧૮૮૪થી હરગોવિંદદાસ કાંટાવાળા સંપાદિત "પ્રાચિનકાવ્ય ત્રૈમાસિક" અને "પ્રાચીન કાવ્યમાળા" વડોદરાથી પ્રગટ થવા માંડેલી. તેમાં પ્રેમાનંદ અને તેમનાં પુત્ર વલ્લભની કૃતિઓ પ્રગટ કરેલી. એ કૃતિઓમાંના ઉલ્લેખો તેમજ પ્રચલિત દંતકથાઓને હવાલો આપી પ્રેમાનંદના જીવન વિશે તથા પ્રેમાનંદની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી માહિતી આપેલી છે.

રચના
·         ઓખાહરણ, દાણલીલા, નળાખ્યાન, મામેરું, સુદામા ચરિત્ર, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુઆખ્યાન, મદાલસાઆખ્યાન, વામન ચરિત્ર કે વામનકથા, વિવેક વણઝારો, હૂંડી, સુધન્વાખ્યાન, રણયજ્ઞ, લક્ષ્મણાહરણ, ભ્રમરપચીસી, ઋશ્યશૃંગાખ્યાન, સ્વર્ગની નીસરણી, સપ્ત્મસ્કંધ અથવા પ્રહલાદાખ્યાન, દ્રૌપદીહરણ, હરિશ્ચંદ્રાખ્યાન, દેવીચરિત્ર, શ્રાદ્ધ, અષ્ટવક્રાખ્યાન, દ્રૌપદીસ્વંયંવર, માંકર્ડેયપુરાણ, રાધિકા વિરહના દ્વાદશ માસ, સત્યભામા રોષદર્શિકા, તપત્યાખ્યાન, પંચાલીપ્રસન્નાખ્યાન, હારમાળા, દશમસ્કંધ, અષ્ટમસ્કંધ, ષષ્ટમસ્કંધ, માંધાતાખ્યાન, સુભદ્રાહરણ, રુક્મિણી હરણ, રામાયણ, મહાભારત, રેવાખ્યાન, પાંડવાશ્વમેઘ, વિરાટપર્વ, ભીષ્મપર્વ, સભાપર્વ, વ્રજવેલ, વલ્લભઝઘડો, ડાંગવાખ્યાન, શામળશાનો મોટો વિવાહ, બભ્રવાહન આખ્યાન, નરકાસુર આખ્યાન, કર્ણચરિત્ર, સંપૂર્ણ પદબંધ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, શામળશાનો નાનો વિવાહ, જયદેવ આખ્યાન, કૃષ્ણવિષ્ટિ, વટપતન, અભિમન્યુનો ચક્રાવો, દ્રૌપદી વસ્ત્રાહરણ, ભીષ્મચરિત્ર, નાસિકેતોપાખ્યાન, લવકુશાખ્યાન, હરિવંધ, સુરેખાહરણ, જ્ઞાનગીતા, રઘુવંશ, કપિલગીતા, પાંડવોની ભાંજગડ, નાગદમન





0 Comments:

Post a Comment