નર્મદ



નર્મદ


નામ

નર્મદાશંકર દવે

જન્મ

24 ઓગષ્ટ – 1833 , સુરત

અવસાન

25 ફેબ્રુઆરી – 1886, સુરત

કુટુમ્બ

માતા –  નવદુર્ગા ;   પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
પત્ની – પ્રથમ –  ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે

        પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો.
૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો.
         અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.

રચનાઓ


‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬), ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨), ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨)


રમણભાઈ મહીપતરામ નીલકંઠ

 રમણભાઈ મહીપતરામ નીલકંઠ



જન્મ  

માર્ચ 13, 1868(અમદાવાદ)

મૃત્યુ   

માર્ચ 6, 1928 (59ની વયે)(અમદાવાદ)

વ્યવસાય      

લેખક, જજ, વકીલ
        
       તેમનો જન્મ ૧૩ માર્ચ ૧૮૬૮ નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો. ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી. તેમણે પ્રથમ હંસવદન સાથે લગ્ન કર્યા, પરંતુ નાની ઉંમરે મૃત્યુ થવાને કારણે તેમણે બીજાં લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે ઇ. સ. ૧૮૮૭ના વર્ષમાં કર્યાં હતા. ૬ માર્ચ ૧૯૨૮ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું. તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમ જ સાહિત્યકાર થયા હતા.બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે
        લેખક હોવાની સાથે સાથે, શરુઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. ૧૯૨૩માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. ૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા

રચનાઓ

ભદ્રં ભદ્ર(૧૯૦૦) ,શોધમાં, રાઈનો પર્વત, ‘કવિતા અને સાહિત્ય’- ભા. ૧-૨-૩, ધર્મ અને સમાજ