મીરાબાઇ


મીરાં

જન્મ

1498 (મેડતા)

મૃત્યુ

દ્વારકા

વ્યવસાય
      
કવિ, લેખક

       મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો.[૧] તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં. જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દૃષ્ટી પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
        બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
        નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો. તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા.
        મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ. મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
        પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતાં. તેમણે અંદરથી જ કહવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતાં. આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધિ પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યાં અને ખૂબ પ્રેમથી તેમને મળ્યાં. આ કથાનો ઉલ્લેખ સર્વપ્રથમ પ્રિયદાસની કવિતામાં મળે છે,

રચનાઓ
  •          બરસી કા માયરા,ગીત ગોવિંદ ટીકા,રાગ ગોવિંદ,રાગ સોરઠ કે પદ


દયારામ

દયારામ

જન્મ
૧૮ ઓગસ્ટ ૧૭૭૭માં વડોદરા જિલ્લાના ચાંદોદ ગામ
અવસાન
૨૮ ફેબ્રુઆરી ૧૮૫૨ (કેટલાકના મતે ૯ ફેબ્રુઆરી ૧૮૫૨ માઘ વદ ૫, સંવત ૧૯૦૮)
કુટુંબ
પિતા – પ્રભુરામ કે પ્રભાશંકર
માતા – રાજકોર

         દયારામનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૭૭૭ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા.
         તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા પરંતુ તેમની પત્નિ લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામી અને તેમના બીજા લગ્ન તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા.
        વિક્રમ સંવત ૧૮૫૮માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત ૧૮૬૧માં સંપૂર્ણ રીતે પરોવાઇ ગયા હતા.

રચનાઓ
અકળલીલા, અકળચરિત્ર ચંદ્રિકા(હિ), અજામીલ આખ્યાન, અનન્ય ચંદ્રિકા (હિ), અનન્યાશ્રય, અનુભવમંજરી (હિ), અન્યાયમર્દન, અપરાધ ક્ષમાસ્તોત્ર. અષ્ટપટરાણી વિવાહ, આશરવાદ, ઇશ્વરતાપ્રતિપાદિક (હિ), ઇશ્વર નિરીક્ષણ, એકાગ્રતા, ઓખાહરણ, કમળલીલા, કાત્યાયીનો ગરબો, કાશીવિશ્વેશ્વરનિ લાવણી, કાળજ્ઞાનુસાર, કુંવરબાઇનું મોસાળું, કૂટકાવ્યાદિના નમૂના, કૃષ્ણઅષ્ટોત્તરશતનામ,કૃષ્ણઅષ્ટોત્તરશતનામ ચિંતામણિ, કૃષ્ણઉપવીત, કૃષ્ણક્રીડા, કૃષ્ણજન્મખંડ, કૃષ્ણના ધ્યાનનું ધોળ, કૃષ્ણનામ ચિંતામણિ, ક્રુષ્ણયજ્ઞોત્તરશતનામ, ક્રુષ્ણસ્તુતિ, કૌતકરત્નાવલિ (હિ), કલેશકોઠાર (હિ), ક્ષમાપરાધષોડશી, ગધેડાની ગાય ન થાય, ગરબી તથા પદ, ગુરુનો ઉપદેશ, ગુરુપૂર્વાધ (હિ), ચાતુરચિત વિલાસ (હિ), ચાતુરીનો ગરબો, ચિત્તશુદ્ધિ, ચિંતાચૂર્ણિકા, ચિંતામણિ, ચિંતામણિ (હિ), ચેતવણી, ચોવિસ અવતારનું ધ્યેય, ચોરાશી વૈષ્ણવ, દશમ અનુક્રમણિકા (હિ), દશમલીલા અનુક્રમણિકા, દાણચાતુરી, દીનતા સ્વરૂપ, દ્રષ્ટકૂટ, દીનતા-આશ્રય-વિનતિના પદ, દ્રષ્ટાંતિક દોહરા, દ્વિલીલામૃત સ્વરૂપનો ગરબો, નાગ્નજીતી વિવાહ, નામપ્રભાવબત્રિસી, નિતિભક્તિ ધોળ, નીતિવૈરાગ્ય (હિન્દી અને મરાઠી), નરસિંહ મહેતાનિ હૂંડી, પત્રલીલા, કવિત, પંદર તિથિ (ભાગ ૧ અને ૨), પરીક્ષાપ્રદીપ, પારણું, પિંગળસાર, પુરુષોત્તમાષ્ટોત્તરશતનામ, પૃષ્ટિભક્તરૂપમલિકા (હિ), પુષ્ટિપથ રહસ્ય, પુષ્ટિપથ સારમણિદામ (હિ), પ્રબંધ, પ્રબોધબાવની, પ્રમેયપંચાવ તથા સ્વાંતઃકરણ સમાધાન, પ્રશ્નોત્તર માલિકા, પ્રસ્તાવચંદ્રિકા (હિ), પ્રસ્તવિકપિયુષ (હિ), પ્રેમપરિક્ષા, પ્રેમપ્રશંસા, પ્રેમમંજરી, પ્રેમરસગીતા, બહુશિષ્ય ઉત્તરાર્ધ (હિ), બાનાધારી અંતરનિષ્ટ સંવા નાટક, બાર માસ, બાળલીલા (ભાગ ૧ અને ૨), બૃજવિલાસામૃત, ભ્રાહ્મણભક્તવિવાદ નાટક, ભક્તવેલ, ભક્તિ (હિન્દી અને ગુજરાતી), ભક્તિ દ્રઢત્વ, ભક્તિપોષણ, ભક્તિવિધાન, ભગવત ઇચ્છોત્કર્વતા (હિ), માયામતખંડન (હિ), મીંરાચરિત્ર, મુરલીલીલા (પંજાબી), મુર્ખલક્ષણાવલિ (હિ), મોહનીસ્વરૂપ, મોહમર્દન, યમુનાજીની સ્તુતિ, રસિકરંજન, રસિકવલ્લભ, રસિયાજીના મહિના, રાધા અષ્ટોતરશતનામ, રાધાજીનો વિવાહખેલ, રાધિકાનીનાં વખાણ, રાધિકાજીનું સ્વપ્નું, રાધિકા પોતાની માતાને કહે છે, રાધિકા વિરહના દ્વાદશ માસ, રાસપંચાધ્યાયી, રાસલીલા, રુક્મિણીવિવાહ, રુક્મિણીસીમંત, રુક્મિણીહરણ, રૂપલીલા, વલ્લભ અષ્ટેત્તરશતનામ,  વલ્લભનો પરિવાર, વસ્તુવૃંદદીપિકા (હિ), વહાલાજીના મહિના, વિજ્ઞપ્તીવિલાસ (હિ), વિઠ્ઠલઅષ્ટોત્તરશતનામ, વિનયબત્રીસી, વિશ્વાસાગ્રતગ્રંથ, વિશ્વાસામૃત (હિ), વૃત્રાસુરાખ્યાન, વ્રૂંદાવનવિલાસ (હિ), વ્રજભક્ત અષ્ટોત્તરશતનામહીરાવલિ, વ્રજમહિમા, વ્રજવાસિનિનો ગરબો, વ્રેહવિલાસ, શિક્ષા, શુદ્દાદ્વૈતપ્રતિપાદન (હિ), શૃંગાર (હિ), શ્રીકૃષ્ણનામ ચંદ્રકળા(હિ), શ્રીકૃષ્ણનામચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણનામ મહામત્ય (હિ), શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમંજરી, શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમાધુરી, શ્રીકૃષ્ણનામ રત્નમલિકા (હિ), શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમાર્તંડ (હિ), શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણસ્તવન મંજરી, શ્રીકૃષ્ણનામામય્તધારા, શ્રીકૃષ્ણનામામૃતધ્વનુલઘુ (હિ), શ્રીકૃષ્ણનામાવલિ, શ્રી ગુરુદેવચંદ્રિકા કે ગુરુપ્રભાવ ચંદ્રિકા, શ્રીનાથજીનું વર્ણન, શ્રી પુરુષોત્તમ પંચાંગ, શ્રીભાગવત અનુક્રમણિકા (હિ), શ્રી ભાગવત મહામત્મ્ય, શ્રીશેષશાઇનું ધોળ, શ્રીહરિભક્તચંદ્રિકા,  શ્રીહરીભક્તા, શ્રીહરિસ્વપ્નસત્યયા (હિ), ષડઋતુ વર્ણન, ષડરિપુ સંશયછેદક (હિ), સતસૈયા (હિ), સત્યભામાવિવાહ, સંતતિવિરાગ, સપ્રદાયસાર, સાત વાર સારાવલિ, સિદ્વાંતસાર (હિ), સ્તવનપીયૂષ (હિ), સ્તવનમાધુરી, સ્વરૂપતારતમ્ય, સ્વભ્યાપારપ્રભાવ (હિ), હનુમાનગરૂડસંવાદ, હરિદાસ મણિમાળ (હિ), હરિનામમાળા, હરિનામવેલિ, હરિભક્તરત્નમાળા, હરિસ્વપ્નસત્યતા, હીરાવલી.
નોંધ-((હિ) હિન્દીમાં રચનાઓ સૂચવે છે)

પ્રેમાનંદ



પ્રેમાનંદ


ના

પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય)

જન્મ

 આશરે ૧૬૩૬ (સંવત ૧૬૯૨)માં વડોદરા ખાત

અવસા

આશરે ૧૭૩૪ (સંવત ૧૭૯૦)

કુટું

પિતા- કૃષ્ણરામ જયદેવ ભટ્

પત્ની – હરકોરબા

પુત્ર જીવણરામ અને વલ્લભ ભટ્ટ

         પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (૧૬૪૯-૧૭૧૪) મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને "કવિ શિરોમણી" ની ઉપાધિથી નવાજ્યા છે.
        પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજુઆત દ્રારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોની શરૂઆત પ્રેમાનંદ દ્રારા થયેલી હોવાનું મનાય છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરનાર પ્રેમાનંદ મનાય છે. ગુજરાતી ભાષાના સર્વોત્તમ આખ્યાન કવિ તરીકે પ્રખ્યાત થયેલા પ્રેમાનંદે લોકસમુદાયમાં આનંદ સાથે વિચારશક્તિ આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજાતી કરી હતી. તેમનાં જમાનામાં તેઓ 'રાસકવિ'તરીકે ઓળખાતાં હતાં. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોનાં જીવનપ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઇ તેમણે આખ્યાનો રચેલાં. આખ્યાન તો કથનની કળા છે. પ્રેમાનંદ કથનકળામાં પ્રવિણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરુપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતાં. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરુપણ શક્તિનો મહ્ત્ત્વનો ફાળો હતો. તેમનાં સમયનાં મુઘલરાજા અને ગુજરાત પ્રદેશનાં શાસક ઔરંગઝેબ તેમને "મહાકવિ પ્રેમાનંદ" કહીને બોલાવતા.
        પ્રેમાનંદના જીવન વિશે આપણે ત્યાં લગભગ ત્રણ સદીથી ચર્ચા ચાલે છે. પ્રેમાનંદનાં જીવન વિશે વિશ્વાસપાત્ર હકીકત બહુ ઓછી જોવા મળે છે. એમની ઘણી કૃતિઓમાં રચનાવર્ષ આપ્યા છે તેવી કૃતિઓમાં સૌપ્રથમ કૃતિ "ચંદ્રહાસ આખ્યાન" આશરે ઈ.સ ૧૬૬૧માં અને "ઓખા હરણ" સંભવત ઈ.સ. ૧૬૬૭માં રચાયેલ હોવાનું મનાય છે. એમનું છેલ્લું આખ્યાન "દશમસ્કંધ" અધૂરું રહ્યુ હતુ. તે પછીથી સુંદરે ઈ.સ. ૧૭૧૭ કે ૧૭૪૦માં પુરું કર્યું છે. આમ, પ્રેમાનંદે કાવ્યસર્જન વીસ-બાવીસ વર્ષે શરુ કર્યું . ઈ.સ. ૧૭૦૦ પછી તેઓ બહુ જીવ્યા નહી. એમ માનીએ તો એમનો જીવનકાળ ઈ.સ. ૧૬૪૦ થી ૧૭૦૦ સુધીનો ગણી શકાય.
પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં. તેઓ ચોવિસા મેવાડા બ્રાહ્મણ હતાં. તેમનાં પિતાનું નામ કૃષ્ણરામ હતુ. તેમની પત્નીનું નામ હરકોર ભટ્ટ હતું. તેમનો એક પુત્ર હતો જેનું નામ વલ્લભભટ્ટ હતું.
        'આખ્યાનો કરવાં' અને માણભટ્ટ એટલે કે કથાકારનો એમનો વ્યવસાય હતો. વ્યવસાય અર્થે એમણે થોડાંક વર્ષો દક્ષિણ ગુજરાતમાં સુરત અને ત્યાંથી ખાનદેશમાં નંદનબાર અને બુરહાનપુરામાં વિતાવેલાં.
કવિ નર્મદાશંકરને જાતતપાસથી મળેલી માહિતી અનુસાર પ્રેમનંદના દાદાનું નામ જયદેવ હતું. માતાપિતાનાં અવસાન પછી એ માસીને ત્યાં ઉછરાયાં હતાં. પોતાની પૌરાણિકવૃત્તિથી પ્રેમાનંદે ઠીક-ઠીક પૈસા એકઠા કર્યા હતા. કેમકે, પ્રેમાનંદે રુ.૧૦,૦૦૦ની કિંમતનું બંધાવેલ ઘર નર્મદાશંકરના સમયમાં એને વારસા તરીકે વાપરતાં હતાં.
        પ્રેમાનંદે કેટલીક દંતકથાઓ પણ લખી છે. જડતર જેવા પ્રેમાનંદને કોઇ મહાત્માની કૃપાથી કવિત્ત્વશક્તિ પ્રાપ્ત થયેલી. વડોદરામાં કથા કરવાં માટે બેસવાનાં સ્થળની બાબતમાં કોઇ શાસ્ત્રીપુરાણી સાથે ઝઘડો થતાં પ્રેમાનંદ સંસ્કૃતમાં કથા કરવાનું છોડીને લોકભાગ્ય શૈલિમાં આખ્યાનો રચીને ગાવા મંડ્યા હતા.
ઈ.સ. ૧૮૮૪થી હરગોવિંદદાસ કાંટાવાળા સંપાદિત "પ્રાચિનકાવ્ય ત્રૈમાસિક" અને "પ્રાચીન કાવ્યમાળા" વડોદરાથી પ્રગટ થવા માંડેલી. તેમાં પ્રેમાનંદ અને તેમનાં પુત્ર વલ્લભની કૃતિઓ પ્રગટ કરેલી. એ કૃતિઓમાંના ઉલ્લેખો તેમજ પ્રચલિત દંતકથાઓને હવાલો આપી પ્રેમાનંદના જીવન વિશે તથા પ્રેમાનંદની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી માહિતી આપેલી છે.

રચના
·         ઓખાહરણ, દાણલીલા, નળાખ્યાન, મામેરું, સુદામા ચરિત્ર, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુઆખ્યાન, મદાલસાઆખ્યાન, વામન ચરિત્ર કે વામનકથા, વિવેક વણઝારો, હૂંડી, સુધન્વાખ્યાન, રણયજ્ઞ, લક્ષ્મણાહરણ, ભ્રમરપચીસી, ઋશ્યશૃંગાખ્યાન, સ્વર્ગની નીસરણી, સપ્ત્મસ્કંધ અથવા પ્રહલાદાખ્યાન, દ્રૌપદીહરણ, હરિશ્ચંદ્રાખ્યાન, દેવીચરિત્ર, શ્રાદ્ધ, અષ્ટવક્રાખ્યાન, દ્રૌપદીસ્વંયંવર, માંકર્ડેયપુરાણ, રાધિકા વિરહના દ્વાદશ માસ, સત્યભામા રોષદર્શિકા, તપત્યાખ્યાન, પંચાલીપ્રસન્નાખ્યાન, હારમાળા, દશમસ્કંધ, અષ્ટમસ્કંધ, ષષ્ટમસ્કંધ, માંધાતાખ્યાન, સુભદ્રાહરણ, રુક્મિણી હરણ, રામાયણ, મહાભારત, રેવાખ્યાન, પાંડવાશ્વમેઘ, વિરાટપર્વ, ભીષ્મપર્વ, સભાપર્વ, વ્રજવેલ, વલ્લભઝઘડો, ડાંગવાખ્યાન, શામળશાનો મોટો વિવાહ, બભ્રવાહન આખ્યાન, નરકાસુર આખ્યાન, કર્ણચરિત્ર, સંપૂર્ણ પદબંધ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, શામળશાનો નાનો વિવાહ, જયદેવ આખ્યાન, કૃષ્ણવિષ્ટિ, વટપતન, અભિમન્યુનો ચક્રાવો, દ્રૌપદી વસ્ત્રાહરણ, ભીષ્મચરિત્ર, નાસિકેતોપાખ્યાન, લવકુશાખ્યાન, હરિવંધ, સુરેખાહરણ, જ્ઞાનગીતા, રઘુવંશ, કપિલગીતા, પાંડવોની ભાંજગડ, નાગદમન